દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાનામાળ ગામે વીજ કર્મચારી પર જીવલેણ હુમલો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાનામાળ ગામે વીજ કનેક્શન ડ્રાઈવ માટે ગયેલા એક વીજ કર્મચારી ઉપર વીજ ગ્રાહકે કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં વીજ કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો સમગ્ર વિડીયો સોશીયલ મીડીયમાં વાયરલ થતાં જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા.૨૩મી માર્ચના રોજ લીમખેડા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતાં નાનામાળ ગામે ઈલે. આસિસ્ટન્ટ આર. એસ. બારીયા ગામમાં વીજ કનેક્શન ડ્રાઈવ માટે ગયાં હતાં જ્યાં એક વીજ ગ્રાહકને ત્યાં ચેકીંગ હાથ ધરતાં વીજ ગ્રાહકે વીજ કર્મચારી આર.એસ. બારીયા સાથે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાય ગયો હતો અને આર.એસ. બારીયા ઉપર કુહાડી લઈ દોડી આવી કુહાડી ઉગામી દેતાં વીજ કર્મચારીનો હુમલામાં આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો સમગ્ર વિડીયો વીજ કર્મચારીએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી લેતાં આ વિડીયો વાયુવેગે દાહોદ જિલ્લાના સોશીયીલ મીડીયામાં ફેલાઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.