દાહોદ શહેર સહિત જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂં થયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો સમગ્ર ગુજરાતમાં આરંભ થઈ ગયો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થતાં પહેલા દિવસે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કેન્દ્રો ખાતે પહોંચ્યાં હતાં. વિદ્યાર્થીઓની સાથે સાથે તેઓના વાલીઓ પણ પહોંચ્યાં હતાં જ્યારે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું શાળા સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. દાહોદ જિલ્લામાં કુલ ૫૩,૯૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. વિદ્યાર્થીઓની સાથે સાથે તેઓના વાલીઓ પણ પરીક્ષાના પ્રારંભ અને અંત સુધી પરીક્ષા કેન્દ્રો બહાર જાેવા મળ્યાં હતાં. પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યાં હતો. દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૩૬૨૧૦, સામાન્ય પ્રવાહના ૧૫૦૬૦ તેમજ વિજ્ઞાન પ્રવાહના ૨૬૬૭ વિદ્યાર્થીઓ એમ કુલ ૫૩૯૭૧ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સંવંદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરીક્ષા પારદર્શક રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં ચેકિંગ સ્કોવોર્ડ, સીસીટીવ કેમેરા, પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક પ્રતિબંધો તંત્ર દ્વારા ફરમાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષા ન્યાયીક રીતે યોજાય અને પેપર લીક જેવા ઘટનાઓ ન બને તે માટે સીસીટીવી કેમેરા સામે પરીક્ષાના પ્રશ્નના બોક્સ ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. બોક્સ ખોલતા પહેલા ખંડ નીરીક્ષક અને સ્થળ સંચાલકની સહી કરવાની સુચના આપવામાં આવી છે. દાહોદ ઝોનમાં ૧૮ કેન્દ્રોમાં ૬૯ બિલ્ડીંગ અને ૬૮૭ બ્લોક નક્કી કરવામાં આવ્યાં છે જ્યારે લીમખેડા ઝોનમાં ૧૫ કેન્દ્રો, ૫૧ બિલ્ડીંગમાં ૫૨૦ બ્લોક નક્કી કરવામાં આવ્યાં છે. આ સાથે ધોરણ ૧૨માં દાહોદ ઝોનમાં સામાન્ય પ્રવાહ માટે ૨૦ કેન્દ્રો, ૪૮ બિલ્ડીંગ, વિજ્ઞાન પ્રવાહ માટે ૨ કેન્દ્રો, ૮ બિલ્ડીંગ, ૫૨૦ બ્લોક નક્કી કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ વર્ષમાં શાળાઓ બંધ હતી. વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણતા હતાં. ઓફળાઈન શિક્ષણ સાથે ટ્યુશનનો સમય પણ ઓછો મળ્યો છે ત્યારે સીધી પરીક્ષા આફવા માટે કેટલાંક વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે.