ખરસાણા પ્રાથમિક શાળાની બાલિકા ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૯
આજરોજ ખેલ મહાકુંભ બહેનો માટે અંડર -14 સ્વિમિંગ -100 મીટર ફ્રી સ્ટાઈલ રમત-ગમત સંકુલ દેવગઢ બારીઆ ખાતે યોજાઈ.જેમાં ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળાની બાલિકા શરીફાબેન માનસિંગભાઈ હઠીલા પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ હતી.હવે આ બાલિકા રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.વિજેતા થવા બદલ શાળાનાં આચાર્યશ્રી અરવિંદભાઈ ચારેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા અને હવે રાજ્ય કક્ષાએ પણ સારુ પ્રદર્શન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

