ઝાલોદ નગરમાં ચૈત્ર નવરાત્રિ પર ભવ્ય રામકથાનું આયોજન
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૩૦
ઝાલોદ નગર મા ચૈત્રી નવરાત્રિના દિવસે તારીખ 02/04/2022 શનિવારના રોજ ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવેલ છે, આ કથા મુવાડા રામજી મંદિર ખાતે રાખવામાં આવેલ છે, આ રામકથાનું આયોજન 02/04/2022 થી 10/04/2022 ના રોજ સુધી પરમ ગુરુજી એવા શ્રી શ્રી રામકિશોરજી મહારાજ ના સાનિધ્યમાં વ્યાસ રામ ધામ શ્રી દેવલ મેડતા ના યુવા સંત શ્રી રમણલાલજી મહારાજ ના શ્રી મુખ દ્વારા રામકથા નું રસપાન કરાવવા મા આવનાર છે,આ રામકથા નું આયોજન મુવાડા સત્સંગ સમિતિ, ઝાલોદ દ્વારા કરવામાં આવેલ છે