ઑડીટૉરીયમ હૉલ ગાંધી નગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્ય ઝૉનના પાંચ જીલ્લાના સંગઠન અને ચુંટાયેલ પાંખના કાર્યકર્તાની બેઠક રાખવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૩૦
આજ રોજ ઑડીટૉરીયમ હૉલ ગાંધી નગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્ય ઝૉન ના પાંચ જીલ્લા ના સંગઠન અને ચુંટાયેલ પાંખ ના કાર્યકર્તા ની બેઠક માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી ની અધ્યક્ષતા મા રાખવા મા આવી હતી.
આ બેઠક મા માન્ય. પ્રદેશ અધ્યક્ષ શ્રી દ્વારા અગામી 21 એપ્રિલ ના રૉજ આપણા દેશના લૉકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સવારે 10:00 કલાકે વિવિઘ કામના લોકાર્પણ માટે દાહોદ ખાતે પધારવાના હોય ની જાહેરાત કરતા સહુ કાયઁકતા મિત્રો એ હર્ષભેર તાલીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. પ્રદેશ અધ્યક્ષ ની સુચના મુજબ આ કાર્યક્રમમાં બુથ તથા પેજ પ્રમુખ સુધી ના સહુ કાયઁકતા મિત્રો ને પધારવા માટે નુ આહવાન કર્યુ હતુ
આજ ની આ બેઠક મા ઝાલૉદ શહેર માથી ઝાલૉદ શહેર પ્રમુખ દિનેશ ભાઈ પંચાલ, મહામંત્રી અનુપ ભાઈ પટેલ, મનુભાઈ બારીયા, જીલ્લા લધુમતી મોરચા ના પ્રમુખ રજાકભાઇ પટેલ હાજર રહ્યા હતા.

