ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,દાહોદ જિલ્લાવાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ, દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષસ્થામાં યોજાઈ
દાહોદ તા.૧૯
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,દાહોદ જિલ્લા શાખાની સને ૨૦૧૮-૧૯ના વર્ષની વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ, દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષસ્થામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના પ્રતિનિધિ તેમજ નર્મદા જિલ્લા શાખાના ચેરમેનની હાજરીમાં સવારે ૧૦.૦૦ કલાકે રેડક્રોસ ભવન ખાતે મળી હતી. આ બેઠકમાં કારોબારી સભ્યોની વરણી તથા વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે એજન્ડાના કામમાં ગત તા.૨૧.૧૦.૨૦૧૮ની વાર્ષિક સભાની મિનિટ્સને મંજુરી આપી સને ૨૦૧૮-૧૯ના વાર્ષિક અહેવાલને મંજુરી આપી, વાર્ષિક ઓડિટેડ અકાઉન્ટને મંજુરી આપી, વાર્ષિક અહેવાલ ઓડિટ કરવા ઓડિટરની નિમણુંકને મંજુરી આપી, સને ૨૦૧૮-૧૯ના ભાવિ આયોજનની રૂપરેખાને મંજુરી આપી, સને ૨૦૧૯ થી ૨૦૨૨ના ત્રણ વર્ષ માટે કારોબારી સભ્યોની વરણી પણ કરવામાં આવી હતી જેમાં ર્ડા.ઈકબાલ હુસેન લેનવાલા, મુકુન્દરાય કાબરાવાલા, વિકાસ ભુતા, જવાહરભાઈ શાહ, કે.એલ.રામચંદાની, દિનેશભાઈ શાહ, શાબીરભાઈ શેખ, નરેન્દ્રભાઈ પરમાર, કમલેશભાઈ લીમ્બાચીયા, ગોપાલભાઈ શર્મા, ગોપાલભાઈ ધાનકા, ત્રિભુવનભાઈ પાઠક, સંગીતાબેન દેસાઈ, નરેશભાઈ ચાવડા, અબુઝરભાઈ છરછોડાવાલા, અમિતભાઈ ડામોર, ર્ડા.ધર્મેન્દ્ર અગ્રવાલની કારોબારી સભ્યો તરીકે વરણી કરવામાં આવી હતી.