દાહોદના એપીએમસીમાં આગ લાગી : લાખ્ખાનું અનાજ બળીને ખાખ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૫
દાહોદ શહેરમાં આવેલ એપીએમસી ખાતે અચાનક આગ લાગતાં ખુલ્લામાં પડેલ અનાજની બોરીયો બળીને ખાખ થઈ જતાં લાખ્ખાનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.
ગતરોજ બપોરના સમયે દાહોદ એપીએમસી ગોડાઉન ખાતે ખુલ્લામાં મુકી રાખેલ અનાજની બોરીઓમાં અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી. આગે વિકરાણ રૂપ ધારણ કરતાં જાેતજાેતામાં આગની અગન જ્વાળાઓમાં અનાજની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ દાહોદ ફાઈયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાઈયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં અંદાજે લાખ્ખોનું અનાજ બળી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

