દાહોદ તાલુકાના ધામરડા ગામે ખેતરમાંથી ટામેટા કાપવા મામલે મહિલા સહિત ૧૬ ઈસમોના ટોળાએ હુમલો કરી ત્રણને ફટકાર્યાં : મોટરસાઈકલ અને ઘાસ સળગાવ્યું
રિપોર્ટર : ગનન સોની
દાહોદ તા.5
દાહોદ તાલુકાના ધામરડા ગામે ગતરોજ ખેતરમાંથી ટામેટા તોડવા બાબતે થયેલા ઝઘડામાં ફરિયાદ નોંધાવા પામી હતી જ્યારે સામાપક્ષેથી પણ આ મામલે મહિલા સહિત ૧૬ વ્યક્તિઓ વિરુદ્ધ વાડીમાંથી ટામેટા તોડવા બાબતે થયેલ ઝઘડાના આધારે મહિલા સહિત ચાર વ્યક્તિઓને માર મારી તેમજ મોટરસાયકલ અને ઘાસના પૂળા વળગાવી નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામેની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ દાહોદ તાલુકાના દાભડા ગામે ખેતરમાંથી ટામેટા તોડવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બીજી તરફ આજરોજ સામે પક્ષે પણ આ મામલે ફરિયાદ નોંધાઈ છે જેમાં ગામમાં રહેતા બાબુભાઈ મલાભાઇ ભાભોરે ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોતાના ખેતરની વાડીમાંથી ગામમાં રહેતા લીંબા ધનજીભાઈ હઠીલા, બોડીબેન લીંબાભાઇ હઠીલા, બચુ લીંબા હઠીલા, દિવાન લસન હઠીલા, વસન ભીમા હઠીલા, ઈશ્વર રાડુ હઠીલા, જવરસિંગ હઠીલા, શૈલેષ મકન હઠીલા, ભગા નાથા હઠીલા, સુનિલ હઠીલા, સચિન હઠીલા, મનીષ હઠીલા, વિકાસ હઠીલા,સંજય હઠીલા, અર્જુન હઠીલા, દુર્ગાબેન હઠીલા, કંકુબેન હઠીલા, સવિતાબેન હઠીલાનાઓ ખેતરની વાડીમાંથી ટામેટા કરતા હતા તે સમયે તેઓને ભગાડતાં તે બાબતની અદાવત રાખી હતી અને પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી બનાવી તેમજ હાથમાં છુટા પથ્થરો લઈ એકદમ ઉશ્કેરાઇ જઇ બેફામ ગાળો બોલી બાબુભાઈ, લાલુભાઇ, આકાશભાઈ અને કમા બેનને લોખંડની પાઇપ વડે, છુટા પથ્થરો વડે અને ગડદાપાટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધીંગાણું મચાવ્યો આબાદ ઘરના આંગણામાં મૂકી રાખ્યાં મોટરસાયકલ અને ઘાસના પૂળા ને આગ ચંપી નુકસાન પહોંચાડ્યું હતું.
આ સંબંધે ઇજાગ્રસ્ત બાબુભાઈ મલાભાઇ ભાભોર દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

