ઝાલોદ નગરની ફરતે પ્રવેશદ્વાર બનાવવા માટે નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
ઝાલોદ નગરના પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત ઝાલોદ નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતી સોનલબેન હરેશભાઈ ડીંડોડ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઝાલોદ-દાહોદ હાઇવે, ઝાલોદ-સંતરામપુર હાઇવે, ઝાલોદ-બાંસવાડા હાઇવે, ઝાલોદ નગરના પ્રવેશદ્વાર માટે અંદાજીત રકમ 21 લાખ 96 હજાર રૂપિયા મંજુર થયેલ છે,આ રકમ મુખ્યમંત્રી શહેરી વિકાસ 2020-21 અંતર્ગત મંજૂર થયેલ છે