ઝાલોદ નગરના સફાઈ કામદારો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ : ઝાલોદ નગરપાલિકાના હાલના કાઉન્સિલર મુકેશભાઇ લલ્લુભાઇ ડામોર દ્વારા હડતાળને સમર્થન
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૭
ઝાલોદ નગરપાલિકામા કામ કરતા સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલ છે ,કિરીટભાઇ જયંતિભાઈ પીઠાયા દ્વારા એક અરજી નગરપાલિકામા આપેલ છે તેમાં જણાવવામાં આવેલ છે કે જુના સફાઈ કામદારોને કાયમી કરવા અને હાલ નગરપાલિકા દ્વારા ફિક્સ પગાર પર કાયમી ભરતી હાથ ધરેલ છે તે ભરતી પ્રક્રિયા અટકાવવામા આવે જેથી વર્ષોથી જે સફાઈ કર્મચારી નગર સેવા સદનમા કામ કરે છે તેમને અન્યાયના થાય, જુના સફાઈ કામદારો દ્વારા હાઇકોર્ટ મા કાયમી થવા અંગે પીટીશન દાખલ કરેલ છે તે અંગે ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ પણ જાતની ભરતી પ્રક્રિયા ના કરવા સેવાસદનને એક અરજી દ્વારા જણાવવામાં આવેલ છે
નગરપાલિકાના સફાઈ કામદારોને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર મુકેશભાઇ લલ્લુભાઇ ડામોર દ્વારા તેમને સમર્થન જાહેર કરેલ છે, જૂના સફાઈ કામદારોને અન્યાય ના થાય અને તેમની રોજી રોટી ના છીનવાય તે હેતુથી મુકેશભાઈ દ્વારા સમર્થન જાહેર કરેલ છે
