અખીલ ભારતીય લબાના સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.10
અખિલ ભારતીય લબાના સમાજની નવયુવક મંડળ રાછરડા અનાસ દ્વારા રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ 2022 હિમાલા એ પી એમ સી ગ્રાઉન્ડ ખાતે તારીખ 22.3.2022 થી શરૂ થઈ તારીખ 8.4 .2022 ના રોજ ફાઇનલ યોજાઇ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ત્રણ રાજ્યોના લબાના સમાજના યુવા ક્રિકેટરોની 64 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ માટે વિજેતા ટીમને ૩૧ હજાર રોકડ ઇનામ તથા ટ્રોફી તથા રનર્સ ટીમને ૨૧ હજાર રોકડા તથા ટ્રોફી આપવામાં આવી હતી ફાઇનલમાં રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ની ટીમ બચ્ચે યોજાઇ હતી જેમાં રાજસ્થાન જેમાં રાજસ્થાન રોયલ વિજેતા બની હતી સમાજના અગ્રણીઓ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સારા વાતાવરણમાં અને ભાઈચારા તેમજ ખેલદિલીથી ક્રિકેટ ટુર્નામેન્ટ પૂર્ણ થઈ હતી.