દાહોદના રળીયાતી ગામેથી પોલીસે બે દેશી હાથના તમંચા સાથે બેને ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રળીયાતી ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી અવલભાઈ નવલાભાઈ પરમાર (રહે. વઢેલાવ, તા.ગરબાડા, જિ.દાહોદ) ની અટકાયત કરી તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્ટોલ ઝડપી પાડી હતી જ્યારે તેની સઘન પુછપરછ કરતાં અન્ય એક પિસ્ટોલ તેના સાથી મિત્ર પાસે હોવાનું જણાવતાં પોલીસે ઉપરોક્ત ઈસમને સાથે રાખી તેના સાથી મિત્રના રહેણાંક વિસ્તારમાં જઈ તેના સાથી મિત્ર ભૌમેશ ઉર્ફે પપ્પુભાઈ પ્રજાપતિ (રહે. ખંડવા, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી તેની પાસેથી પણ દાહોદ એલ.સી.બી. પોલીસે દેશી હાથ બનાવટની પિસ્ટોલ ઝડપી પાડી હતી. બે પિસ્ટોલ મળી કુલ રૂા. ૨૫ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.