છોટા રણુજાધામ સંજેલી ખાતે યોજાયું સંત સંમેલન
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૩
આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિ ના પૂજ્ય સંતસ્વામી મહારાજ અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ના ૨૦૦ જેટલા સંતો અને વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગ હતો છોટા રણુજા ધામ સંજેલી ખાતે વિવિધ દેવી દેવતાઓની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો, અલખ ધણી રામદેવજીના આ મંદિરે ભગવાન વિષ્ણુના નવ અવતારો ની મુર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવશે અને આ મંદિર તબક્કાવાર નવ માળ સુધી લઈ જવામાં આવશે પંચમહાલ દાહોદ ની સાંસ્કૃતિક પરંપરા ટીમલી નૃત્ય થી પૂજ્ય સંતો અને ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધર્મ જાગરણના મા.શ્રી. હરેશભાઇ શાણી,પુ.સંતસ્વામીજી અખિલ ભારતીય સંત સમિતિ, દેવાયત પંડિત ધામના મહંત શ્રી ધનગીરી મહારાજ, પુ.દયાનંદજી મહારાજ સાથે ૨૦૦ જેટલા પુજ્ય સંતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સત્સંગ ની આ સભાને મા.શ્રી. હરેશભાઈ શાણી પૂજ્ય સંત સ્વામી જી, પુ.ધનગીરી મહારાજ અને પુ.દયાનંદજી મહારાજે સંબોધિત કરી હતી અને આવા સુંદર આયોજન માટે પુ.બાપુ દલસુખ દાસજી મહારાજને અને તેમના આશ્રમના ભક્તોને અભિનંદન આપ્યા હતા. અત્રે એ કહેવુ જરુરી છે કે પુ.બાપુ દલસુખદાસજી મહારાજ વર્ષોથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના આ આદિવાસી સમાજ માટે સેવા, શિક્ષણ, આરોગ્ય, અને જાગરણ ની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બહુ વિશાળ સંખ્યામાં ત્રણે રાજ્યોમા તેમના ભક્તો આવેલા છે. પુ.સંતોએ તેમના વક્તવ્યમાં ધર્મ જાગરણ પર ભાર મૂક્યો હતો અને રામ અને ભોળાનાથ ને માનનારા આ ભીલ બહુલ વિસ્તારમાં હવે પાદરીઓ થકી થતા ધર્માંતરણ ને કોઈ અવકાશ નથી અહીંનો સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે બાપુ દલસુખ દાસજી અને દયાનંદ જી મહારાજ જેવા સંતો સક્રિય થઈ ગયા છે ત્યારે આદિવાસી હિન્દુ નથી એવું કહીને આ સમાજને બૃહદ હિન્દુ સમાજ થી તોડવાનું જે લોકો પાપ કરી રહ્યા છે તેમનો પણ આવનાર સમયમાં જાગૃત થયેલો સમાજ પર્દાફાશ કરશે જ કારણ હિન્દુ વિરોધી આવા લોકો હવે ખુલ્લા પડી રહ્યા છે. આ પ્રસંગે અહીં જનજાતી સમાજની સેવામા મોટી હોસ્પિટલ બને તેવો સંકલ્પ પણ વ્યક્તિ કરવામાં આવ્યો હતો.