દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૬
દાહોદ જિલ્લાનાં પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુમારી બી.વાઘેલા એ દિલ્હી ખાતે પંચાયતી રાજ ,ગ્રામ વિકાસની યોજનાઓ અને કેન્દ્ર સરકાર ની મહત્વની આયુષમાન યોજના અને નલ સે જળ યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ગ્રામ્ય કક્ષા એ યોજનાઓનું અમલીકરણ સુચારુ કરી શકાય તે અંગે ની ચર્ચામાં હાજર રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. અને દાહોદ જિલ્લા ની આદિવાસી સંસ્કૃતિ પરંપરાગત પ્રતિક ભોરિયું ,ઝૂલડી, અને જિલ્લા પંચાયત ની ડાયરી પ્રધાનમંત્રીશ્રી માન. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને ભેટ આપી શુભેચ્છા મુલાકાત કરી.

