અખિલ ભારતીય સંત સંમિતિ દાહોદ જીલ્લાનું ધર્મસેના સંમેલન યોજાયુ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૬

૨૦૦૦ થી વધુ પુજ્ય સાધુ સંતો અને ભક્તોએ જય શ્રી રામના નાદ થી ગુંજીત કરી સંમેલનની વિરાટ ધર્મ સભા. આ સંમેલનમા પુ.સંત સ્વામીજીની અધ્યક્ષતામાં યોજાયુ પુ.સ્વામીજીએ ધર્મ રક્ષા માટે હનુમંત શક્તિ જગાવવા પર આહ્વાન કર્યુ હતુ. અને સંતો ભક્તો જ્યારે ભેગા હોય ત્યારે અવાજ સંભળાય છે આજે સંતો ભક્તોના અવાજની સરકારે પણ નોંધ લિધી છે તે ત્યારે કે દાહોદના સંતો એક મંચ પર આવ્યા છે. ભગવાન રામની યાત્રાપર ખંભાત,હિંમતનગરમાં જે લોકોએ તોફાન મચાવ્યુ તે લોકો પર પુ.નૌતમસ્વાજી ના એક ઈશારા પર બુલડોઝર ફેરવ્યુ એવા મા.સી.આર.પાટીલ અને મા.મુખ્યમંત્રી શ્રી ગુજરાત ને આજની સંત સભા અભિનંદન આપે છે. પુ.દલસુખદાસજી મહારાજે સંત સમિતિ કેમ સક્રિય થઈ છે અને શુ કામો કરે છે તે પ્રાસ્તાવિક ઉદબોધનમાં જણાવ્યું. આ સભામા માં.સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરજી અને પુર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડજી પણ આવ્યા હતા. મા.સાંસદજીએ મોદીજી એ રાષ્ટ્રીય નેતૃત્વ કરવા નિકળ્યા છે અને ૩૭૦ કલમથી લઈને રામમંદિર જેવા મુદ્દાઓને સોલ્વ કર્યા એવા મોદીજી આપણી દાહોદની ધરતી પર આવે છે તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યુ હતુ. પુ.કમલેશ મહારાજજીએ પુ.દયાનંદજી મહારાજની સેવાકીય પ્રવૃતિઓ અને કબિર સંપ્રદાયના અહીં ના હજારો સંતો ભક્તો હિન્દુત્વ ની ધારામા છે તો પુ.દયાનંદજી મહારાજ જેવા સંતો થી છે.તેઓને આજના સુંદર કાર્યક્રમનુ આયોજન કર્યુ તે બદલ તેમને ખુબ ખુબ ધન્યવાદ, પુ.મહંત રોહિતદાસ સાહેબે આજના હનુમાન જન્મોત્સવ નિમિત શ્રી હનુમાનજી ની ભક્તિ અને પરાક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. આખા કાર્યક્રમો નુ સંચાલન પુ.શ્રી.વિમલદાસજી મહારાજે કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!