દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલિસે નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથીવિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટક
દાહોદ તા.૨૨
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલિસે નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી કુલ રૂ.૩૮,૪૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે વડોદરાના ચાલકની અટક કરી આ પ્રોહી જથ્થો મંગાવનાર અને ભરી આપનાર એમ તમામ ઈસમો વિરૂધ્ધ પોલિસે પ્રોહીનો ગુનો દાખલ કર્યાનું જાણવા મળે છે.
નીતીનકુમાર દિલીપભાઈ પરમાર (રહે.ગોરવા, વડોદરા) ગત તા.૨૧.૦૯.૨૦૧૯ના રોજ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યા નાકાબંધીમાં ઉભેલ પોલિસને શંકા જતા તેને ઉપરોક્ત ઈસમને ફોર વ્હીલર ગાડી સાથે રોકી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો તથા બીયરની બોટલો કુલ નંગ.૨૪૦ જેની કુલ કિંમત રૂ.૩૮,૪૦૦ ના પ્રોહી જથ્થા સાથે ઉપરોક્ત ફોર વ્હીલર ગાડીના ચાલકની અટક કરી વિદેશી દારૂ ભરી આપનારા તથા મંગાવનાર એમ બીજા બે ઈસમો વિરૂધ્ધ પણ પોલિસે પ્રોહીનો ગુનો નોંધી દેવગઢ બારીઆ પોલિસે તપાસ હાથ ધરી છે.

