જય ખોડીયાર મિત્ર મંડળના નામે રૂ.૩ લાખ ઉપરાંતની છેતરપીંડી કરી પિતા – પુત્ર ફરાર

દાહોદ તા.૨૩
દેવગઢ બારીઆ નગરમાં જય ખોડીયાર મિત્ર મંડળના નામની ઓફિસ ખોલી લોભામણી લાલચ આપી દેવગઢ બારીઆમાં બે પિતા – પુત્ર બંન્ને પલાયન થઈ જતાં તે સભ્યોએ બેંન્કમાં તે ચેક રીટર્ન થતાં લોકો ઠગાયાનો અહેસાસ થતાં બંન્ને બાપ – બેટા વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ નગરના ચેનપુર રોડ પર ગોકુલ સોસાયટીની બાજુમાં રહેતા અને હાલ હાલોલ, નવાપુરા ભાથીજીની મંદિરની સામે પંડિત દિન દયાલ સ્ટોરની બાજુમાં રહેતા નવીનચંદ્ર હીરાલાલ શાહના મકાનમાં રહેતા કેયુર જયંતિલાલ વરીયા તથા તેના પિતા જયંતિલાલ લાલજીભાઈ વરીયા દેવગઢ બારીઆ નગરના લાલાભાઈ પાર્ક ખાતેના શિવ પ્લાઝામાં તા.૧૩.૧૨.૨૦૧૫ ના રોજ જે.કે. એમ, કન્સ્ટલ્ટન્સી બી. (જય ખોડીયાર મિત્ર મંડળ) નામની ઓફીસ ખોલી હતી અને ઓફીસમાં ૫૦૦ સભ્યોની સ્કીમ ચાલુ કરી હતી જેમાં રૂ.૧૦૦૦ના ૪૦ હપ્તા ભરે અને ૪૦,૦૦૦ પુરા થયે તેને ૫૦,૦૦૦ આપવાની લાલચ આપી લોભામણી સ્કીમ ચાલુ કરી હતી અને ચેતનકુમાર ભુપેન્દ્રકુમાર સથવારાના ૨૨ સભ્યોના રૂ.૧૩,૦૦,૦૦૦ (૧૩ લાખ) નો ચેક તા.૧૫.૦૩.૨૦૧૯ના રોજ આપી, નગવાવ ગામના હરીશકુમાર વીરસીંહ પરમાપના ૨૪ સભ્યોના ૧૨,૦૦,૦૦૦ (બાર લાખ)નો ચેક તા.૧૩.૦૩.૨૦૧૯નો આપી તથા દેવગઢ બારીઆ જાની ફળિયામાં રહેતા નયનાબેન મહેશકુમાર પંડ્યાને ૧,૫૦,૦૦૦ નો ચેક તા.૧૫.૦૩.૨૦૧૯ના રોજનો આપી દેવગઢ બારીઆ કસ્બામાં રહેતા અબ્દેલ વાજીદ જાવેદ શેખના ૨૩ સભ્યોને આપવાના કુલ રૂ.૪,૩૨,૦૦૦ નો ચેક તા.૦૫.૦૪.૨૦૧૯ના રોજનો આપી, દેવગઢ બારીઆ એસ.આર.હાઈસ્કુલની પાછળ રહેતા પથીક રાજેશકુમાર ભટના ૧૫ સભ્યોના ૧૭ હપ્તાના રૂ.૨,૫૫,૦૦૦ લઈ કેયુ જયંતિલાલ વરીયા તથા તેના પિતાએ તારીખ ૨૫.૦૩.૨૦૧૯ સુધી પોતાની ઓફિસ ચાલુ રાખી દરેક સભ્યોની પૈસા ભરેલ ચોપડીઓ બિસાબ કરવાનો છે તેમ કહી જમા લઈ તા.૨૫.૦૩.૨૦૧૯ના રોજ જે.કે.એમ.એમ.કન્સ્લ્ટન્સી બી. (જય ખોડીયાર મિત્ર મંડળ) ની આએફિસ અચાનક બંધ કરી દેવગઢ બારીઆ છોડી જતાં રહેતા દેવગઢ બારીઆ સુથારવાડાના ચેતનકુમાર ભુપેન્દ્રકુમાર સથવારા તથા અન્ય જેઓને ચેક આપ્યા હતા તેઓએ તે ચેક બેન્કમાં જમા કરાવતાં તે તમામના ચેકો રીટર્ન થતાં પોતે ઠગાયા હોવાનો અહેસાસ થયો હતો.
આ સંબંધે દેવગઢ બારીઆ નગરમાં સુથારવાડામાં રહેતા ચેતનકુમાર ભપેન્દ્રકુમાર સથવારાએ દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે બંન્ને બાપ – દિકરા વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: