ગાંધીનગર સ્ટેટ વીજીલન્સની ટીમે દાહોદ તાલુકાના રાછરડા ગામેથી રૂા. ૧.૨૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

રિપોર્ટર : ગગન સોની

ઝાલોદ તા.૨૨

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમ ને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે એક રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતા ૧.૨૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાયકલ મળી ચાલકને ઝડપી પાડયા નું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ તાલુકાના રાછરડા ગામે રોજ ફળિયામાં રહેતો બુટલેગર વીરેન્દ્ર ઉર્ફે કાળુ બાકલીયા (લબાના) મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો મૂકી મધ્ય પ્રદેશ થી દાહોદ તરફ આવતો હોવાની મળેલ બાતમીના આધારે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમે ઉપરોક્ત ચાલકને મોટરસાયકલ સાથે ઝડપી પાડયો હતો અને તેને લઈ રાછરડા ખાતે તેના ઘરે ગઈ હતી પોલીસે તેના મકાનમાંથી 1,29,760/- ના પ્રોહીબીશન જથ્થા સાથે મોટરસાયકલ તેમજ રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન મળી પોલીસે કુલ રૂપિયા 1,69,110/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલ ઉપરોક્ત ઈસમની પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના પીટોલ ખાતે રહેતો મુન્નાભાઈ નામક ઠેકેદાર પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: