દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે પરણિતા પર બળાત્કાર ગુજારતો ઈસમ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે એક ઈસમે એક પરણિત મહિલાનો ઘરમાં એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી જઈ પરણિતાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા. ૨૧મી એપ્રિલના રોજ ચમારીયા ગામે રહેતો વિનેશભાઈ વિક્રમભાઈ સેલોતે સંજેલી તાલુકામાં રહેતી એક પરણિતાના ઘર તરફ ગયો હતો અને પરણિતા ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ વિનેશભાઈ પરણિતાના ઘરમાં ઘુસી જઈ પરણિતાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી નાસી જતાં આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતા દ્વારા સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

