દાહોદ ભાજપ દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ પૌષ્ટિક આહાર આપવામાં આવશે : 3 માસ સુધી બાળકનું મેડિકલ કરાવી ધ્યાન રાખી સૂપોષીત કરાશે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લા ભાજપ દ્વારા 5600 જેટલા કુપોષિત બાળકોને દત્તક લઇ તેમને પોષ્ટીક આહાર વિતરણ કરી તેઓનું સતત મોનીટરીંગ કરી આરોગ્ય ચકાસણી કરાવી તેમને સુપોષિત કરાશે. તંદુરસ્ત બનાવાશે.
દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને સુપોષણ અભિયાનના ઇન્ચાર્જ નરેન્દ્ર ભાઈ સોનીએ ઓપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપના સુપોષણ અભિયાન હેઠળ ની પ્રવૃત્તિ અંગે જિલ્લા ભાજપ એકમ ખૂબ સંવેદનાસભર રીતે સક્રિય થયો છે. જિલ્લામાં નોંધાયેલા લગભગ 5600 જેટલા બાળકોને કેજે કુપોષિત હોવાનું નોંધાયું છે તેવા બાળકોને ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના હોદ્દેદારો દત્તક લઇ સતત ત્રણ માસ સુધી તેની દેખરેખ રાખી તેની આરોગ્ય ચકાસણી કરાવી સ્વયં એના ઘરે જઈ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેશે.
કુપોષિત બાળકોને તંદુરસ્તી પ્રાપ્ત થાય તે માટે ખાસ પ્રકારનું પ્રોટીન અને બાળકોને તમામ પ્રકારના વિટામિન પ્રાપ્ત થઈ રહે તેવા આહારનું વિતરણ કરાશે.
દત્તક લીધેલા કુપોષિત બાળકો ને સુપોષિત કરવાના આ અભિયાન અંગે સુચારુ રીતે કાર્ય થાય તે માટે જિલ્લા તથા તાલુકા કક્ષાએ ખાસ બેઠક બોલાવી આયોજન કરવામાં આવેલ છે. કુપોષિત રેડ ઝોનમાં આવેલા બાળકો માટે વિશેષ ધ્યાન અપાતું હોવાનું પણ કુપોષણ અભિયાન ઇન્ચાર્જ નરેન્દ્રભાઇએ જણાવેલ છે.