ઝાલોદ તાલુકાના કારઠ ગામે સમૃદ્ધિ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને વિધવા બહેનોને અનાજ વિતરણ કરાયું
ઝાલોદ તારીખ 2
રીપોર્ટર પંકજ પંડિત


દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકાના કારઠ અને બીલવાણી ગામે સાણંદ ની સંસ્થા સમૃદ્ધિ ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રીવિનોદભાઈ રાધવાણી ધ્વારા સમગ્ર સમાજ ના અતિ ગરીબ વિધવા બહેનો તેમજ ભાઈઓ તથા જેમના માં-બાપ મૃત્યુ પામેલ હોય એવા અનાથ બાળકો ને અન્નદાનમા ચોખા અને કપડા ઓનુ વિતરણ કરવામાં આવ્યું જેમાં લીલવાઠાકોર ગ્રામ પંચાયત ના ડેપ્યુટી સરપંચશ્રી મુકેશભાઈ ખાંગુડા તથા ગામના આગેવાન બાબુભાઈ ગરાસિયા. મુકેશભાઈ પ્રજાપતિ તથા કારઠ ગામના પ્રભુદાસ પસાતડા તથા રાહુલ લબાના તેમજ બીલવાણી ના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ ખાંગુડા ઓએ સાથે રહી ને મદદ કરવામાં આવી

