મકવાણાના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે : મીના કુવર માસી દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરાયું : 6 મે ના રોજ ભુવાજી વિજય સુવાળા ની ટીમ દ્વારા લોકડાયરો યોજાશે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૫
ફતેપુરા તાલુકાના સુખસર નજીક આવેલા મકવાણા ના વરુણા ગામે મેલડી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે મીનાકુંવર કૈલાસ કુંવર માસી દ્વારા મંદિરનો જીર્ણોદ્વાર ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 5 મે થી ૭ મે સુધી ત્રણ દિવસ સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગંગાજળ પૂજા હવન વિધિ વિવિધ દેવી-દેવતાઓના પાઠ પૂજન પ્રાણ પ્રતિષ્ઠા ધજા રોહણ તેમજ ૬ મેના રોજ પ્રસિદ્ધ ગાયક કલાકાર અને ભુવાજી વિજય સુવાળા ના કંઠે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તજનો ઉપસ્થિત રહેશે. સમસ્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મીનામાસી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

