ઝાલોદના વરોડ ટોલ બુથ પર ડ્રાઇવરની બેદરકારીથી નુકસાન થયું : અશોક ટ્રાવેલ્સ લખેલ ગાડીના ઉપર લગભગ 6ફૂટ માલ બાંધેલ હતો તે અડી જતા ડ્રાઇવરની બેદરકારીથી નુક્સાન

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૬

દાહોદ તરફથી આવતી અશોક ટ્રાયવેલ્સ લખેલ બસ જે રાજસ્થાન પાસીંગ છે જેનો નંબર RJ-35-PA-0790 લીમડીના વરોડ ટોલ બુથ પર પુર ઝડપે બેદરકારી થી હંકારી લાવી
ટોલ પ્લાઝાના ટોલ બુથ નંબર-૦૩(ત્રણ) ઉપર વાહનો અવર જવર માટે વાહોનો ઉપર ચોટાડેલ ફાર્સ્ટ ટેગ ને રીડ કરવા વપરાતા ઇક્વીટમેન્ટ્ (ઉપકરણો) જેમા જેની આશરે કી.રૂ.૫૦,૦૦૦/- તથા અન્ય સાધન એમ કુલ કી.રૂ.૮૬,૧૦૦/- નુ નુકશાન કરી પુરઝડપે બેદરકારીથી હંકારી લાવી નુકશાન કરેલ છે ,ગાડીની ઉપર લગભગ 6ફૂટનો માલ બાંધેલ હતો, જેથી ઉપરના ભાગથી ટક્કર મારી નાસી ગયેલ, ત્યાર બાદ ઇકો ગાડી દ્વારા અશોક ટ્રાવેલ્સનો પીછો કરી પકડી પાડી ડ્રાઇવર અને અશોક ટ્રાવેલ્સ વિરુધ્ધ લીમડી પોલીસ સ્ટેશન પર કાયદેસરની ફરીયાદ નોંધવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: