દાહોદ તાલુકાના નાની ખરજ ગામેથી ધૂલકા ફૂલ મળી આવ્યું

દાહોદ તા.૨૮
દાહોદ તાલુકાના નાની ખરજ ગામે કોઈ અજાણી સ્ત્રી દ્વારા તાજુ જન્મેલુ મૃત હાલતમાં નવજાત બાળક ત્યજી દેતાં પોલીસે આ મામલે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગત તા.૨૭મી એપ્રિલના રોજ દાહોદ – ગરબાડા હાઈવે પર નાની ખરજ ગામે કોઈ અજાણીય સ્ત્રી અથવા ઈસમ દ્વારા તાજુ જન્મેલ બાળક મૃત હાલમાં સ્થળ પર તરછોડી નાસી જતાં તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ રમેશભાઈ રાળીયાભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જિ.દાહોદ) ના ત્યાંથી પસાર થતાં આ નવજાત બાળક ઉપર તેમની નજર પડી હતી અને તેઓ આસપાસના ગ્રામજનોને પણ જાણ કરતાં સ્થાનીક રહીશો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને નવજાત બાળકનો કબજાે લઈ નજીકના દવાખાને રવાના થઈ હતી. આ સંબંધે રમેશભાઈ રાળીયાભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: