દાહોદ શહેરના હુસૈનિ મસ્જિદ ખાતે એક યુવકે ચપ્પુના ઘા મારી યુવકની ઇજા પહોંચાડી
દાહોદ તા.૨૮
દાહોદ શહેરના હુસૈની મસ્જીદ વિસ્તારમાં ચકચારી બનાવ સામે આવ્યો હતો જેમાં એક યુવકે અન્ય મિત્ર સાથે ફરવા બાબતે એકને ચપ્પુના ઘા હાથના ભાગે ઉપરા છાપરી મારી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આ સંબંધે પોલીસે હુમલાખોર વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
ગત તા.૨૮મી એપ્રિલના રોજ જાવેદ ઈશાક મિરાજ (રહે. કસ્બા મોટા, ઘાંચીવાડ, તા.જિ.દાહોદ) નાએ સોહિલ અખ્તરભાઈ અરબ (રહે. મોટા ઘાંચીવાડ, અલમદાર ચોક, તા.જિ.દાહોદ) ને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું ફેઝાનખાન હસનખાન પઠાણ સાથે કેમ ફરે છે, તું તારા મિત્રો સાથે પરેલમાં આવી જા તને મારી નાંખીશ તેમ કહી, ધમકીઓ આપી એકદમ ઉશ્કેરાઈ જઈ સોહિલના સાથેના ફેઝાનખાન પઠાણ ઉપર ચપ્પુ વડે હુમલો કરી હાથના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી લોહી લુહાણ કરી નાંખતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત ફૈઝાનને પરિવારજનો દ્વારા તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ સંબંધે સોહિલ અખ્તરભાઈ અરબ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

