અમૃત સરોવર યોજના અંતર્ગત જિલ્લામાં ૭૫ તળાવો ના બાધકામ..મરામત અને પાણી સંઞૃહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા કલેકટર ડો. હર્ષિત ગોસાવીનો અનુરોધ
દાહોદ તા.૨૮
ભારત દેશ આઝદીના ૭૫ વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયું છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત ૭૫ તળાવોનુ.બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટેના આગોતરા આયોજન સંદર્ભે બેઠક જિલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ના સંભાખંડમા યોજાઈ હતી
બેઠકમાં જિલ્લા કલેકટર ડો. હર્ષિત ગોસાવી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દ્વારા સૂચવેલા જિલ્લામાં ૭૫ તળાવો નુ બાધકામ. મરામત અને પાણીના સંગ્રહ માટે આગોતરું આયોજન કરી સત્વરે કામગીરી હાથ ધરવા સંબંધિત વિભાગોના અધિકારી ઓને તાકિદ કરી હતી
બેઠકમાં જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદર્ભે વિસતૃત જાણકારી આપવામાં આવી હતી
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, જિલ્લા ગામ વિકાસ એજન્સી નિયામક શ્રી સી.બી બલાત, સહિતના સંબધિત અધિકારીશ્રીઓ ઊપસ્થિત રહયા હતા