દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે એકની હત્યા થઈ : ૬ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.30
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે એક પિતાના પુત્ર એ લીમખેડા તાલુકા માં રહેતી એક યુવતીને પત્ની તરીકે રાખવા સારુ લઈ આવ્યો હતો જેની અદાવત રાખી યુવતીના પિતા તેમજ દાહોદ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય તથા તેના પતિ જેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુકેલ છે અને અને હાલમાં ખીરખાઇ ગામ ના સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે તથા તેમની સાથે કુલ મહિલા સહિત છ જેટલા ઈસમોએ યુવકના પિતા નું અપહરણ કરી બોથડ પદાર્થ વડે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતાં પંચક થઈ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આ હત્યાના કેસમાં જિલ્લા પંચાયતના સભ્ય તથા તેમના પતિનું નામ આરોપીઓની લિસ્ટમાં સામેલ થતાં દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ ભૂકંપ સર્જાયો હતો અને તરેહની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું હતું.
લીમખેડા તાલુકાના પરમારના ખાખરીયા ગામે રહેતા સુક્રમભાઈ કલાભાઈ નીનામાનો પુત્ર નરેશભાઈ સુક્રમભાઈ નીનામા લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે રહેતા રયલાભાઈ મણિયાભાઈ ડામોરની પુત્રીને પત્ની તરીકે રાખવા સારું ભગાડી લઈ ગયો હતો જે બાબતની અદાવત રાખી ખીરખાઈ ગામે રહેતા સરતનભાઈ ઉર્ફે કાંગાભાઈ મગનભાઈ ડામોર, ટીનાબેન સરતન ડામોર, મણિયાભાઈ નારસિંહભાઈ ડામોર, મથુરીબેન મણિયાભાઈ ડામોર, પોપટભાઈ રાજુભાઈ ડામોર અને રયલાભાઈ મણિયાભાઈ ડામોરના ભેગા મળી નરેશભાઈના પિતા સુક્રમભાઈ નું ગત તારીખ ૨૯મી એપ્રિલના રોજ અપહરણ કરી લઈ ગયા હતા અને કોઇ બોથડ પદાર્થ વડે માથાના ભાગે તેમજ શરીરે માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા .આ સબંધ નરેશભાઈ સુક્રમભાઈ નીનામા દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે જાણવા મળ્યા અનુસાર આરોપીના નામમાં સામેલ ટીનાબેન જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવે છે જ્યારે સરતનભાઈ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને હાલમાં ખીરખાઇ ગામ ના સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે આમ સમગ્ર મામલે રાજકીય પક્ષોના નામ આરોપીઓમાં સામેલ થતાં દાહોદ જિલ્લા આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે ત્યારે બનાવ સંદર્ભે સઘળી હકીકતો પોલીસ તપાસમાં બહાર આવે તેમ છે.

