ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામનાં હાઇસ્કુલ ના શિક્ષક ઉપર જીવલેણ હુમલો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૧

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામનાં સવજીભાઈ સુરતાનભાઈ મુનીયા તેમના કુટુંબીજનો સાથે મળીને ભત્રીજાના લગ્નમાં જાનમા ગયેલા હતા જેમાં આગાઉ તા: ૨૩/૦૩/૨૦૨૨ સવજીભાઈ સુરતાનભાઈ ના પુત્ર સાથે ડિજે માં નાચવા બાબતે ઝગડો તકરાર થયેલ હતી જેની અદાવત રાખી તેમના જ ગામનાં લાલાભાઈ પ્રેમચંદભાઈ મુનિયા, અક્ષયભાઈ પ્રેમચંદભાઈ મુનિયા, સોનુભાઈ શૈલેષભાઈ મુનિયા, તેમજ અવિનાશભાઈ રૂસ્માલભાઈ મુનિયા દ્વારા સવજીભાઈ સુરતાનભાઈ મુનિયા પર જીવલેણ હુમલો કરી છુટ્ટા છવાયા પથ્થર મારી માથાના ભાગે તથા કમરના ઉપરના ભાગે ગડદા પાટુ નો માર મારતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સવજીભાઈ સુરતાનભાઈ મુનિયા દ્વારા તા ૨૯/૦૪/૨૦૨૨ ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ ચૌહાણ સાહેબ ના માગૅદશૅન હેઠળ આરોપીઓને આઇપીસી કલમ ૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરવામાં આવીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: