ઝાલોદ નગરમાં એક બંધ મકાનમાંથી તસ્કરો રોકડા રૂપીયા સહિત રૂ.૬૫ હજારની મત્તા ચોરી ફરાર
દાહોદ તા.૨૪
ઝાલોદ નગરમાં એક સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કરી તિજારીમાં મુકી રાખેલ રોકડ રૂપીયા, સોનાના દાગી મળી કુલ રૂ.૬૫,૦૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાનું જાણવા મળે છે.
ઝાલોદ નગરમાં મુવાડા વિસ્તારમાં નર્મદાનગર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જેઠારામ દૈયાના બંધ મકાનમાં તસ્કરોએ ગત તા.૨૧.૦૯.૨૦૧૯ના રોજ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યાે હતો. મકાનમાં મુકી રાખેલ તિજારીમાંથી રોકડા રૂપીયા ૪૦,૦૦૦, સોનાની વીંટી નંગ.૧ કિંમત રૂ.૫૦૦૦ તથા સોનાની ચેન નંગ.૧ કિંમત રૂ.૨૦,૦૦૦ એમ કુલ મળી રૂ.૬૫,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતા આ સંબંધે મુકેશભાઈ જેઠારામ દૈયાએ ઝાલોદ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
