ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું ઇલેક્શન યોજાયું : અગ્યાર વર્ષ પછી ઇલેક્શન યોજાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળનું આજરોજ ચૂંટણી યોજાઈ ,આશરે અગ્યાર વર્ષ પછી આ સંસ્થામાં ચૂંટણી યોજાઈ જેથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, બીજીબાજુ આટલા લાંબા ગાળા પછી ચૂંટણી યોજાતા અમુક આજીવન સભ્યો વોટ નાખવા આવ્યા પણ તેમની મુદત પૂરી થતાં નામ કમી થઈ ગયું હતું જેથી મતદાતાઓમા આક્રોશ જોવાતો હતો ,જેથી અમુક જગ્યાએ લોકોમાં વાતોમા ટકરાવ જોવાતો હતો ,આ શૈક્ષણિક સંસ્થામાં 713 મતદારો હતા તેમાંથી 605 વોટિંગ થયું,લગભગ 85% વોટિંગ થયું હતું જેમાં 12 વોટ રદબાતલ કરવામાં આવ્યા હતા, પહેલાં નંબર પર 317 વોટ પ્રફુલ્લકુમાર પટેલ, બીજા નંબર પર અક્ષયભાઈ પટેલ 250 વોટ,ત્રીજા નંબર પર હેમલકુમાર પંચાલ ૨૪૮ વોટ સાથે ચૂંટણી અધિકારી પંકજ પારીખ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા