દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને શ્રી મનોજકુમાર માલીવાડ કોસ્ટેબલને ભાવભરી શ્રધ્ધાંજલી અપાઇ
દાહોદ તા.૦૨





દાહોદ, ઝાલોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા શ્રી મનોજકુમાર અક્કલસિંગ માલીવાડ કોસ્ટેબલને કાર અને જીપ વચ્ચે ઝાલોદ બાયપાસ રોડ પર અકસ્માત થયો હતો તેમાં તેમનું મૃત્યુ થયું હતું. શ્રી મનોજકુમાર અક્કલસિંગ માલીવાડ કોસ્ટેબલને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને અને પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્રારા જિલ્લા પોલીસ હેડ કર્વાટર દાહોદ ખાતે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્રારા તેમના કામની નોંધ લઇ ભાવભરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

