આજ રોજ ઝાલોદ નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ (ઇદ ઉલ ફિત્ર)ની ઉજવણી કરવામાં આવી હતી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૩
ઝાલોદ નગરમાં પોલીસ દ્વારા ઇદગાહ સહિત સંપૂર્ણ નગરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
આજે તારીખ 3 મે 2 દે022 ના રોજ ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ઝાલોદ નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી.પવિત્ર રમજાન માસમાં 30 રોઝા પૂર્ણ કરીને ઝાલોદ નગરના મુસ્લીમ સમાજના લોકોએ ઝાલોદ ઇદગાહ ખાતે પહોંચીને ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી ને એકબીજાને ગળે મળીને રમજાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામા આવી રમજાન ઈદના તહેવારને અનુલક્ષીને ઝાલોદ પોલીસ દ્વારા ઇદગાહ સહિત સંપૂર્ણ નગરમાં પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
