લીમખેડાની ૯ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુકની નિમણુંક કરાશે



દાહોદ તા. ૭ : લીમખેડા તાલુકાની ૯ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાનાં કેન્દ્રો ખાતે સંચાલક-કમ-કુક, રસોઇયા, મદદનીશની નિમણુંક કરાશે. અહીંની ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી નિયત નમુનામાં અરજી ફોર્મ રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા મધ્યાહન ભોજન યોજના શાખા મામલતદાર કચેરી, લીમખેડા ખાતે રૂબરૂમાં આગામી તા. ૨૩ મે સુધી કચેરી સમય દરમિયાન આપી જવાના રહેશે. નિમણુંક અંગેની લાયકાત-શરતો કચેરીના નોટીશબોર્ડ પરથી જોઇ શકાશે. મામલતદાર કચેરી, લીમખેડાની મભય શાખામાંથી ફોર્મ મેળવી શકાશે.
સંચાલક કમ કુકની ભરતી જે કેન્દ્રો ખાતે કરાશે તેમાં કુણધા મુખ્ય પ્રાથમિક શાળા, પ્રતાપપુરા મુખ્ય પ્રાથમિક શાળા, દુધિયા મુખ્ય પ્રાથમિક શાળા, નિનામાના ખાખરીયા પ્રાથમિક શાળા, પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા, ઝેરજીતગઢ વર્ગ પ્રાથમિક શાળા, હનુમાનજી મંદિર દુધિયાધરા પ્રાથમિક શાળા, પટેલ ફળીયા વર્ગ ઝરોલા (દુ) પ્રાથમિક શાળા, પલાસ ફળીયા વર્ગ હાથીયાવાન પ્રાથમિક શાળા ખાતે ખાલીજગ્યાઓ ભરવામાં આવશે. તેમ મામલતદારશ્રી, લીમખેડાએ એક યાદીમાં જણાવ્યું છે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: