દાહોદ તા.09
૦૮-મે-૨૦૨૨. અમદાવાદ ખાતે યોજાયેલ ખેડા/તાપી ડિસ્ટ્રિકટ શુટિંગ ચેમ્પિયંશિપ-૨૦૨૨ મા દાહોદ રાઇફલ ક્લબ ના કોચ આલમ ખાન ના માર્ગદર્શન હેઠ્ળ ૧૦મીટર ઓપન સાઇટ એર રાયફલ સ્પર્ધા મા ક્લબના શુટર અમન જાડા એ ગોલ્ડ મેડલ અને ૧૦મીટર એર પિસ્તોલ સ્પર્ધા મા ક્લબના શૂટર યુક્તિબેન પંચાલ એ સિલ્વર મેડલ જીતેલ છે, અને ગત માસ યોજાયેલ ૩જી કે.જી.પ્રભુ મેમોરીયલ એર-રાઇફલ/પિસ્તોલ શૂટીંગ ચેમ્પિયંશિપ-૨૦૨૨ મા ક્લબના શૂટર યથાર્થ જૈન એ ૧૦મીટર પીપ સાઇટ એર રાયફલ શૂટીંગ સ્પર્ધા માસર્વશ્રેષ્ઠ સ્કોર કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે, અને ૧૦મીટર પિસ્તોલ શૂટીંગમા આદિત જૈન એ બ્રોંન્ઝ્ મેડલ મેળવેલ છે, જે બદલ દાહોદ રાઇફલ ક્લબ વતી શૂટરો અને તેમના પરીવારને ખુબ-ખુબ અભીનંદન સાથે આવનાર ખેલ-મહાકુંભ સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ...