મંડાવમાં કારની ટક્કરે મોટર સાયકલ સવાર બે યુવકો ઘાયલ : અકસ્માત સર્જી ચાલક કાર મુકી નાસી ગયો

દાહોદ તા.૦૯

દાહોદ તાલુકાના મંડાવ ગામે કારની ટક્કરે મોટર સાયકલ સવાર બે યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત કરી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.
દાહોદ તાલુકાના ધામરડા ગામના પાટ ફળિયામાં રહેતા વિનોદકુમાર રામસિંહ પરમારના સંબંધીઓ મહેશભાઇ બાબુભાઇ પરમાર તથા હિમ્મતભા રતનભાઇ મોહનીયા જીજે-20-એકે-4687 નંબરની મોટર સાયકલ લઇને દાહોદ સરસામાન લેવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન મંડાવાવ ચાંદણીયા ફળિયા ચોકડી રોડ પર જીજે-20-એએચ-4874 નંબરની ટીઆગો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મહેશભાઇની મોટર સાયકલને સામેથી ટક્કર મારી અકસ્માત કરી ગાડી મુકી નાસી ગયો હતો. જેમાં મહેશભાઇને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા તથા બન્ને પગના સાથળ ઉપરથી ફ્રેક્ચર થયું હતું. જ્યારે હિમ્મતભાઇ રતનભાઇ મોહનીયાને કપાળમાં તેમજ છાતીના ભાગે ગેબી ઇજા અને પગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જાતા નજીકમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે વિનોદકુમાર રામહિંસ પરમારે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: