દાહોદ જીલ્લા ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે ખાંગુડા પરિવાર ધ્વારામાં ચંડી ચામુંડા માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૦૯
ચંડી ચામુંડા માતા પર ગ્રામજનો ને ખુબજ આસ્થા છે તેમજ માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવું ગ્રામજનોનું માનવું છે
આજરોજ તારીખ 9 /5/2022 સોમવાર ના ચંડી ચામુંડા માતાજી મંદિર લીલવાઠાકોર ગામે પાટોત્સવ નિમિત્તે સવારે 11:15 કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી ,આ શોભાયાત્રામાં ખુબજ મોટા પાયે ગ્રામ જનો ઉમટયા હતા,માતાજીના જય જય કાર સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું,માતાજીના રાશ ગરબા રમતા સૌ ગ્રામજનો દ્વારા ઉત્સવને વધાવી લેવામાં આવ્યો હતો બપોરે ના 1:15 કલાકે ચંડી ચામુંડા માતાજીના મંદિરે હવન પુજન કરવામાં આવ્યુ તેમાં પણ દરેક ગ્રામજનો દ્વારા ભાગ લીધો હતો ત્યાર બાદ સાંજે મહાઆરતી કરવામાં આવી ત્યાર બાદ સાંજે 6:15 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં લીલવાઠાકોર ગામના તેમજ રોહિત ખાંગુડા સમાજ તેમજ પરિવારજનો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો ,આમ માતાજીના જય જયકાર વચ્ચે પાટોત્સવ ની ઉજવીણી કરવામાં આવી