ઝાલોદ નગરમાં ગરમીનો અસહ્ય ઉકળાટથી બપોરે કર્ફ્યુ જેવું વાતાવરણ
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૧૦
હાલ આખાં ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે તેમાં ઝાલોદ નગરમાં પણ ગરમીનો પારો ખુબજ ઊંચો જઈ રહ્યો છે આજરોજ ઝાલોદ નગરમાં 45 ડીગ્રી ગરમી નોંધાઈ હતી આવનાર સમયમાં ગરમી 47-48 ડીગ્રી જવાના આસાર જોવાઈ રહ્યા છે, બપોરે 12 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી ઝાલોદ નગરના તમામ રસ્તાઓ સૂમસામ જોવાઈ રહ્યા છે, આખા નગરમાં કર્ફ્યુ જેવું વાતાવરણ જોવાઈ રહ્યું છે, આટલી ગરમી વચ્ચે લોકો કામ વગર ઘરની બહાર નીકળતા નથી ,ઝાલોદ નગરનું બસ સ્ટેશન પણ સુમસામ જોવાઈ રહ્યું છે