રણધીકપુર તાલુકામાં ત્રણ લંપટ યુવકોએ ત્રણ યુવતીની છેડતી કરી
દાહોદ તા.૨૬
રણધીકપુર તાલુકામાં એક મોટરસાઈકલ પર સવાર ત્રણ લંપટ યુવકોએ રસ્તે ચાલતી જતી ત્રણ યુવતીઓની ઓઢણી ખેંચી છેડછાડ કરતાં આ સંબંધે એક યુવતીએ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ત્રણેય યુવકોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
સીંગવડ તાલુકામાં રહેતી ત્રણ યુવતીઓ ગતરોજ પોતાના ગામમાંથી ચાલતી પસાર થઈ જઈ રહી હતી તે સમયે એક મોટરસાઈકલ પર સવાર સીંગવડ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમાર, રાહુલભાઈ પરમાર અને યોગેન્દ્રભાઈ પરમારનાઓએ આ ત્રણેય યુવતીઓને ઓઢણી ખેંચી, છેડછાડ કરતાં યુવતીઓ હેબતાઈ ગઈ હતી. ઘરે આવી સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં ત્રણ પૈકી એક યુવતીએ આ સંબંધે ઉપરોક્ત ત્રણેય યુવકો વિરૂધ્ધ રણધીકપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.