દાહોદ બસ સ્ટેશન બહાર કોંગ્રેસ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું બોર્ડ લાગેલ કારે રસ્તાની વચ્ચો વચ્ચ કાર ઉભી કરી દેતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૧
દાહોદ શહેરના બસ સ્ટેશનની આગળ કોંગ્રેસના ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું બોર્ડ લખેલ એક કારના ચાલકે ગાડી રસ્તાની વચ્ચોવચ્ચે ઉભી કરી દેતાં બસ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં ત્યારે અહીંથી અવર જવર કરતાં લોકોમાં પણ ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.
ગતરોજ દાહોદ ખાતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં ત્યારે બીજી તરફ ગુજરાત ભરના કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરો દાહોદ ખાતે આ કાર્યક્રમમાં હાજરી આપવા પણ પહોંચ્યાં હતાં ત્યારે બીજી તરફ ગતરોજ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનું બોર્ડ મારેલ એક કારના ચાલકે પોતાની કારને દાહોદ બસ સ્ટેશન બહાર રસ્તાની વચ્ચોવચ્ચ ઉભી કરી દીંધી હતી અને ગાડીનો ચાલક ક્યાંક જતો રહ્યો હતો ત્યારે ગાડી રસ્તાની વચ્ચો વચ્ચ પાર્ક કરી દેતાં બસ સ્ટેશન ખાતે આવતી જતી બસો બસોને બસ સ્ટેશનમાં જવા માટે ભારે હાલાકીનો સામાનો કરવો પડ્યો હતો અને બસો રસ્તાની આસપાસ ભેગી થઈ ગઈ હતી તો બીજી તરફ અન્ય વાહનો પણ અટવાઈ પડતાં બસ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયાં હતાં જેને પગલે વાહનો સહિત અવર જવર કરતાં લોકોમાં ભારે આક્રોશ પણ ફેલાયો હતો ત્યારે ઘણો સમય વિતી ગયાં બાદ ગાડીનો ચાલક આવી ગાડી ખસેડી હતી.

