ઝાલોદ નગરના સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરાઈ : સમગ્ર દુનિયામાં દર વર્ષે ૧૨મી તારીખે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૨
એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલુંજ એક નર્સનું હોય છે, એક નર્સ દર્દીની સેવા પોતાની કોઈ પણ પરવા કર્યા સિવાય તન મન થી કરે છે અને દર્દીનો જીવ બચાવે છે અને એક નવા જીવન જીવવાની પ્રેરણા આપે છે
કોરોના જેવા કપરા કાળમાં ડોક્ટર અને નર્સની ભૂમિકા ખૂબજ મહત્વની હતી, પોતાના જીવને જોખમમાં મૂકી કોરોનામાં દર્દીઓની સેવા કરવામાં દરેક નર્સ દ્વારા અગત્યની ભૂમિકા ભજવવામાં આવેલ હતી, દેશ અને દુનિયા દ્વારા નર્સના કાર્યને સરાહના કરવામાં આવી જે કોરોના પરિવારના સભ્યો કોરોના દર્દી થી દૂર રહેતા હતા તેવામાં નર્સ પોતાના જીવના જોખમે દિવસ રાત દર્દીઓ ની સેવા કરતી હતી, આમ નર્સનું સમગ્ર જીવન બીમાર વ્યક્તિઓ ની સેવામાં જાય છે ,ડોક્ટર પછી ભગવાન ગણો તો નર્સને ગણી શકાય તેમનું કાર્ય સેવાકીય રીતે ખુબજ અગત્યનું છે અને કરે પણ છે
આજ રોજ ઝાલોદ નગરની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી, લોકોના જીવનને અજવાળું કરતી નર્સો દ્વારા હાથમાં મોમબત્તી લઈ અને કેક કાપી ઊજવણી કરાઈ દરેક દર્દીના જીવનને રોશની આપનાર બેનો એ દરેક દર્દી ખુબજ સારું અને નિરોગી આયુષ્ય જીવે તેવી પ્રાર્થના કરી હતી ,દરેક નર્સ બેનો દ્વારા એકબીજાને કેક કાપી ખવડાવી ઊજવણી કરવામાં આવેલ હતી આજની ઉજવણીમાં દરેકે નર્સ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો