આજ રોજ માઁ મોગલ નો ૨૬ મો પાટોત્સવ હોવાથી આઈ શ્રી મોગલ છોરુ ગ્રૂપ દ્વારા ઝાલોદ નગરમા શોભાયાત્રા કાઢવામા આવી હતી : માઁ મોગલની શોભાયાત્રાને બસ સ્ટેન્ડ પાસે આવતા પુષ્પ વર્ષા થી સ્વાગત કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૪
માઁ મોગલના ભક્તો દ્વારા માઁ મોગલના મંદિરના 26 પાટોત્સવની ઉજવણી ઝાલોદ નગરમાં મોગલ છોરૂઓ દ્વારા કરવામાં આવેલ હતી , માઁ મોગલની શોભાયાત્રા ઝાલોદ નગરના સાઈ મંદીર ખાતે થી કાઢવામાં આવેલ હતી, ઝાલોદ નગરના વિવિધ માર્ગો પર ફરી હતી માઁ મોગલના દર્શનનો લાભ દરેક વિસ્તારોમા વસતા ધાર્મિક આસ્થા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવી હતી ,સાંજે માઁ મોગલના ભક્તો દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ હતું