દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીંડોલ ગામે ૨૦ વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.15
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભીંડોલ ગામે 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ધાનપુર તાલુકાના ભીંડોલ ગામે હોળી ફળિયામાં રહેતા 20 વર્ષીય સુશીલાબેન છગનભાઈ ડામોરે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગત તારીખ ૧૩મી મેના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ઘટનાને પગલે સ્થળ પર પોલીસ પહોંચી ગઈ હતી અને મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દીધા હતા આ સંબંધે ભીંડોલ ગામે હોળી ફળિયામાં રહેતા કિરણભાઈ છગનભાઈ ડામોરે ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત
મોતના ગુના ના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

