પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવી : બે પેટ્રોલ પંપની સિલક એકત્ર થતાં જ લૂંટારૂઓ ત્રાટક્યાં દેવગઢબારીઆ નગરનામાં રાજમહેલ રોડ ઉપર આવેલ એસ આર પેટ્રોલ પંપ ઉપર દિન દહાડે લૂંટ

રિપોર્ટર : ગગન સોની

પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવી ઃ બે પેટ્રોલ પંપની સિલક એકત્ર થતાં જ લૂંટારૂઓ ત્રાટક્યાં
દેવગઢબારીઆ નગરનામાં રાજમહેલ રોડ ઉપર આવેલ એસ આર પેટ્રોલ પંપ ઉપર દિન દહાડે લૂંટ

પેટ્રોલ પંપની લૂંટને અંજામ આપનાર જાણભેદુ હોવાની આશંકા ઃ દિન દહાડે લૂંટ નો બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસનો દોર શરૂં કર્યાેં.
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના દે. બારીયા નગરમાં આવેલા પેટ્રોલ પમ્પ પર ત્રાટકેલા અજાણ્યા બે થી ત્રણ લૂંટારુઓએ કેશીયરની આંખમાં મરચાની ભૂકી નાખી લાખોની મત્તા લઈને ભાગી છૂટવામાં સફળતા મેળવી હોવાનું સનસની ખેજ બનાવ બનવા પામ્યો છે.પેટ્રોલ પંપની ઓફિસમાં ત્રાટકેલા લૂંટારુઓએ પુરાવાના નાશ કરવાનાં ઇરાદે ડ્ઢફઇ સિસ્ટમ પણ સાથે લઇ ગયા હોવાથી લૂંટારુઓ જાણભેદું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાથી ચોકી ઉઠેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દે. બારીયા નગરના રાજમહેલ રોડ આવેલા એસ્સાર કંપનીના પેટ્રોલ પંપ પર ભર બપોરે ગ્રાહકના સ્વાન્ગમાં આવેલા બે કે ત્રણ ઈસમોએ પેટ્રોલ પંપની ઓફિસમાં જઈ કેશીયર કંઈક સમજે તે પહેલા જ તેની આંખોમાં મરચાની ભૂકી નાખી લાખોની મત્તાને લૂંટી જવામાં સફળતા મેળવી છે. કેશીયર કંઈક સમજે કે બોલે તેની બુમાબુમથી પેટ્રોલ ફિલર તેમજ અન્ય કર્મચારીઓ ઓફિસ સુધી પહોંચે તે પહેલા જ લૂંટારુઓ પલાયન થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા પેટ્રોલ પંપ પર લોક ટોળાં એકઠા થઈ ગયા હતા. તો ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે સમગ્ર ઘટના ને કેવી રીતે અંજામ આપ્યો..? તેની તપાસ હાથ ધરી હતી. દે. બારીયા નગરની તમામ સરહદો પોલીસે સીલ કરી હતી. આખી ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ છે કે કેમ..? તે જાેવાનો પ્રયાસ કરાયો ત્યારે લૂંટારુઓ ડ્ઢફઇ સિસ્ટમ પણ સાથે લઇ ગયાનું સામે આવ્યું છે. ખુબ જ શાંતિપૂર્ણ અને ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં ઘર કાં ભેંદી લંકા ઢાયે એટલે કે પંપ ની તમામ ગતિવિધિઓ જાણતો કોઈ અંદરનો ઈસમ પણ સંડોવાયેલ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ધોળે દહાડે બનેલી લૂંટની ઘટનાથી પંથકમાં તથા પેટ્રોલ પંપ સંચાલકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તો રાજ્ય તથા જિલ્લામાં ઉપરા છાપરી બનતી આવી ઘટનાઓને અટકાવવામાં આવે તેવી લાગણી તથા માંગણી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લૂંટ જાણ ભેંદું દ્વારા અનુમાન પણ એટલે જ કરાઈ રહ્યું છે કે આજ પેટ્રોલપમ્પ સંચાલક ની અન્ય પેટ્રોલ પંપની સિલ્લક પણ પંપ પર એકઠી કરી જેતે વહીવટ કરાતો હોય છે અને આજે પણ લૂંટ ને અંજામ અપાયો ત્યારે બન્ને પંપની સિલ્લક એકસાથે લૂંટી જવાઈ છે. સમગ્ર ઘટના અંગે સાચો પ્રકાશ તો જેની આંખમાં મરચાની ભૂકી નખાઈ છે તે કેશીયર જ વર્ણવી શકે તેમ છે. જયારે તમામ પેટ્રોલ પંપ વધુ સલામતી અંગેના વધુ પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હોવાનું જાણમાં આવેલું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: