આદિવાસી પરિવારના સ્થાપના દિન નિમિત્તે જિલ્લાના તાલુકા મથક ઉપર સાંસ્કૃતિક મહારેલી યોજાઇ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૭
આદિવાસી પરિવારના સ્થાપના દિન નિમિત્તે જિલ્લાના તાલુકા મથક ઉપર સાંસ્કૃતિક મહારેલી યોજાઇ રેલીનો શરૂઆત ગોધરા રોડ તાત્યા ભીલ વગડા થી નીકળી દેસાઈ વાળ નાકા, ભગિની સમાજ, યાદગાર ચોક, સર્કિટ હાઉસ, સરસ્વતી સંકુલ, ચાર થાંભલા, થઈ સ્વામી વિવેકાનંદ ચોક પર પૂર્ણ કરવામાં આવી
રેલી નો મુખ્ય ઉદ્દેશ આદિવાસી પરિવારના આઠમાં વર્ષે મંગલ પ્રવેશ નિમિત્તે કલજીની સરસવાણી ગામે આધુનિક બિરસા ભવરલાલ પરમાર સવારે મહાસંમેલનને સંબોધશે
આદિવાસી પરિવારના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના તાલુકા મથકો પર આદિવાસી સમાજના નવ યુવાનો દ્વારા સાંસ્કૃતિક મહારેલી નીકળી આ રેલી માં ઉપસ્થિત યુવાનો રેલી પૂર્ણ થતા સાંજના સમયે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે પહોંચી સભા સ્વરૂપે ભેગા થશે. 17ની રાત્રે અને સવારે ૧૮મી મેના રોજ આધુનિક બિરસા મનાતા ભવરલાલ પરમારના અધ્યક્ષ સ્થાને મહા સંમેલન સવારે ૧૮મીના રોજ યોજાશે.
“આદિવાસી પરિવાર”ના સ્થાપના ને આજરોજ સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ૧૮મી મેના રોજ આઠમા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યું છે આદિવાસી પરિવાર ના સ્થાપનાદિનની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથક પર સાંસ્કૃતિક રેલી યોજવામાં આવનાર છે આ સાંસ્કૃતિક રેલીમાં મહિલા યુવાનો અને વૃદ્ધો આદિવાસી વાજિંત્રો સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરશે ત્યારબાદ તાલુકા મથકે રેલીમાં જોડાયેલા તમામ લોકો સાંજે ઝાલોદ તાલુકાના કલજીની સરસવણી ગામે આવેલા જોહાર મેદાનમાં એકત્ર થશે. “આદિવાસી પરિવાર” સંગઠનના આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આદિવાસી સમાજના આધુનિક બિરસા એવા ભવરલાલ પરમાર ના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાશે. આ સભામાં આદિવાસીઓની રૂઢી , પરંપરા , સંસ્કૃતિ , વારસો , હક , અધિકાર જાણવા અને પયાૅવરણ નૈ જાળવવા માટે , આદિવાસીપણુ બચાવવા સહિતની વિવિધ ચર્ચાઓ થનાર છે. તેમજ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર થી પણ મહાનુભવો ઉપસ્થિત રહેનાર છે આ મહાસંમેલનમાં સહપરિવાર સાથે સહભાગી બની આદિવાસી હોવાનું ગૌરવ લેશો,આવો સૌ સાથે મળે આપણાં આદિવાસીત્વ ને બચાવવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે આદિવાસી પરિવારે આહવાન કર્યું છે.