ખાનગી પેસેન્જર લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર જઈ રહી હતી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
એક ખાનગી લક્ઝરી બસ અમદાવાદથી ઈન્દૌર ખાતે જઈ રહી હતી તે સમયે દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર પેસેન્જર ભરેલ લક્ઝરી બસ જાેતજાેતામાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં અંદર સવાર અંદાજે ૪૦ જેટલા મુસાફરો પૈકી અંદાજે ૧૦ જેટલા મુસાફરોને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસ આવે તે પહેલા સ્થાનીક લોકોએ ઈજાગ્રસ્તો તથા અન્ય મુસાફરોને બસમાં બહાર કાઢવાની કવાયતો હાથ ધરી હતી અને થોડીક ક્ષણોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સદ્નસીબે માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.