ઝાલોદ નગરના લીમડી મુકામે બંધ મકાનમાં ચોરી : સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી
રિપોર્ટર : પકંજ પંડિત
ઝાલોદ તા.૧૯
લીમડી મુકામે રહેતા શ્રેયાંશકુમાર પ્રકાશચંદ્ર જૈન જે મેડિકલનો સ્ટોર ચલાવી ગુજરાન ચલાવે છે , જેમનું મકાન જૈન મંદિરની પાસે આવેલ છે ,તારીખ 17-05-2022 ના રોજ ઘર પરિવારના સદસ્યો મકાન બંધ કરી કામ અર્થે બહારગામ ગયેલ હતા ,બીજે દિવસે 18-05-2022ના રોજ રોજીંદુ દૂધ આપવા વાળા તરુણભાઈએ મકાનનો નકુચો તૂટેલો જોતા તેમણે મકાન માલિકને મોબાઇલ પર કોલ કરી બનાવની જાણકારી આપી, ઘરે પરત ફરતા ચોરી થયાની ખબર પડી, અજાણ્યા ઇસમો દ્વારા બંધ મકાન માંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 3,24,000 ની ચોરી થયાની ખબર પડતા તે અંગે લીમડી પોલિસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ દાખલ કરેલ છે