સંજેલી તાલુકાના કરંબામાં ચેકડેમ અને તળાવનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો : દંડક રમેશભાઈ કટારા ના હસ્તે કરાયું ખાતમુહૂર્ત : વિસ્તારની અનેક પ્રજાને પાણી મળી રહેશે
રિપોર્ટર : પકંજ પંડિત


ઝાલોદ તા.૧૯
.
૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંજેલી તાલુકાના કરંબા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૨ અંતર્ગત તળાવ ઊંડા કરવા અને નવીન ચેકડેમ બનાવવા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના હસ્તે કરાયું હતું.માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “Catch the Rain, Where it falls,When it Falls” સંદેશને ચરિતાર્થ કરવા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી તળાવો રિચાર્જ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ યોજના થી આ વિસ્તાર ની અનેક પ્રજા ને સિંચાઇ ના પાણી તેમજ પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમ માં તાલુકા વિકાસ અધિકારી ગામેતી, તાલુકા પંચાયત પ્રમુખ ભૂપેન્દ્ર સંગાડા, કાર્યકર્તા જગદીશભાઈ પરમાર, સહિત કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

