મોતીપુરા (ભા.) ગામના વિદ્યાર્થીકાળના યુવા મિત્રોનું સ્નેહમિલન યોજાયું
રિપોર્ટર : પકંજ પંડિત

ઝાલોદ તા.૧૯
વિજાપુર, મોતીપુરા (ભા.) ગામના વિદ્યાર્થીકાળના યુવા મિત્રોનું સ્નેહમિલન રવિવારે યોજાયું હતું . વર્ષ – 2002 – ધોરણ 10 પછી છૂટા પડેલા મિત્રોનું 20 વર્ષ બાદ સ્નેહમિલન યોજાયું હતું જેમાં મિત્રોએ ભેગા મળીને જૂની વિદ્યાર્થીકાળ ની યાદો તાજી કરી હતી .આ કાર્યક્રમનું આયોજન સમગ્ર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

