દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવગાંધીની ૩૧મી પુણ્યતિથિ નિમિતે છાશ વિતરણનું આયોજન કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત



ઝાલોદ તા.૨૧
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબની સુચનાથી દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અને ૨૧ મી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વ શ્રી રાજીવ ગાંધીજીની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ધરતીનું અમૃત અને કુદરતી પીણાં રૂપી ઠંડી છાસ ના વિતરણ ના કાર્યક્રમનુ બસ સ્ટેશન ખાતે આયોજન કરવા માં આવ્યું .
જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામા.દાહોદ ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા.ગરબાડા ધારાસભ્ય શ્રીમતી.ચંદ્રિકાબેન બારિયા.દાહોદ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષ ના નેતા કિરિટભાઇ પટેલ.ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ડાંગી સહિત દાહોદ શહેર અને દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાન કાર્યકર્તા ઓ ઉપસ્થિતિ રહેલ હતા.

