ફતેપુરા માં શ્રી હરી પબ્લિક સ્કૂલમાં સમર કેમ્પ યોજાયો : દંડક રમેશભાઈ કટારા ના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૧
.
ફતેપુરા ખાતે શ્રી હરી પબ્લીક સ્કૂલ માં વેકેશન દરમિયાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકો એ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. જેમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વિદ્યાર્થીઓએ વિવિઘ પ્રવૃતિઓ નું પ્રદર્શન કર્યું હતું. ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. દંડક રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે વેકેશન માં સ્કુલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. નાના બાળકો સારી પ્રવૃતિઓમાં ભાગ લે અને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ માં દંડક અને ધારાસભ્ય રમેશભાઈ કટારા, આદિજાતિ મોર્ચા ના ઉપાધ્યક્ષ ડો. અશ્વિન ભાઈ પારગી, જિલ્લા પંચાયત સભ્ય શર્મિસ્થાબેન પારગી, પંકજભાઈ પંચાલ, મુકેશભાઈ પારગી, શરદભાઈ ઉપાધ્યાય, રેલવેના સભ્ય રિતેશ પટેલ, કચરુભાઈ પ્રજાપતિ, મનોજભાઈ કલાલ, દિલીપભાઈ પ્રજાપતિ, શિક્ષક સ્ટાફ, વાલીઓ, તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત કાર્યક્રમ નું આયોજન સ્કૂલ ના ટ્રસ્ટી ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

